Posts

Showing posts from April, 2024

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

Image
  Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો. ગરવી ગુજરાત થીમ આધારિત તા.23.09.2024 ના સોમવારના દિને BRC કક્ષાએ  કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને બાળ કવિ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળા હરણગામના  રોનક કિરીટભાઈ પટેલ સંગીત વાદનમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ગાયન સ્પર્ધામાં પ્રિન્સ અભિમન્યુ હળપતિ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સી.આર.સી.શ્રી.કૉ. ઓ. ફડવેલ, બી.આર.સી.શ્રી.કૉ. ઓ. ચીખલી તા.પ્રા.શિ.શ્રી ચીખલી, પ્રમુખ શ્રી ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ હોદ્દેદારો, ચીખલી શિક્ષક પરિવાર ગ્રૂપ પે સેન્ટર રાનકુવા શિક્ષક પરિવાર ,હરણગામના ગ્રામજનો ,શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ હરણગામ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિજેતા થયેલ બાળકો અને એમને પ્રોત્સાહન અને તાલીમ આપી તૈયાર કરનાર સારસ્વત ભાઈ શ્રી સુનિલભાઈ , સાથી કલાકાર શ્રી ટ્વિન્કલભાઈ , મંજીરા વાદક વિદ્યાર્થી પ્રિન્સ પટેલનો શાળા પરિવાર સાભિનંદન સાથે આભાર માને છે.

Gandevi: છાપર પ્રાથમિક શાળા તા.-ગણદેવી, જિ.-નવસારીની શાળા પ્રવેશ મેળવવા બાબતે આગવી પહેલ.

Image
                                      Gandevi: છાપર પ્રાથમિક શાળા તા.-ગણદેવી, જિ.-નવસારીની શાળા પ્રવેશ મેળવવા બાબતે આગવી પહેલ. સરકારી શાળામાં બાળકોના નામાંકનમાં વધારો થાય એ હેતુસર નવસારી જિલ્લા તા.ગણદેવીની છાપર પ્રાથમિક શાળાએ શાળામાં થતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સ્પર્ધાઓનાં ફોટા સહિતની જાહેરાતનાં બેનર બનાવી સોશ્યલ મીડિયામાં મુકવામાં આવ્યા છે.  જેમાં બાલવાટિકા અને ધોરણ -૮ માં પ્રવેશ મેળવવા માટે કયા કયા દસ્તાવેજો રજૂ કરવા બાબતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બાલવાટિકામાં પ્રવેશ મેળવવા ઉંમર બાબતે ૩૧-૦૫-૨ ૦૧૯નાં રોજ ૫ વર્ષ પૂરાં કરેલ હોવા બાબતે જણાવવામાં આવ્યું છે. હાલ સરકારશ્રી દ્વારા તમામ સરકારી શાળાઓમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સ્માર્ટ બોર્ડ,સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પુટર રૂમ, ઈન્ટરનેટની સુવિધા, લાઇબ્રેરીની સુવિધા, જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

Vansda news: વાંસદા વડલી ફળિયાના મહેન્દ્ર પટેલ પીએચ.ડી થયા.

Image
                   Vansda news: વાંસદા વડલી ફળિયાના મહેન્દ્ર પટેલ પીએચ.ડી થયા. વાંસદાઃ વાંસદા-વડલી ફળિયાના વતની,વ્યવસાયે શિક્ષક અને લોકસાહિત્યમાં વિશેષ રસરૂચિ ધરાવનાર મહેન્દ્રકુમાર રડકાભાઈ પટેલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની વિનયન શાખા, ગુજરાતી વિષયમાં "કુંકણા લોકવાર્તાઓઃ સંપાદન અને અભ્યાસ" શીર્ષક હેઠળ प्रस्तुत કરેલ મહાશોધ નિબંધને યુનિવર્સિટીએ માન્ય રાખી પીએચ.ડીની પદવી એનાયત કરી હતી. મહેન્દ્ર પટેલે આ શોધ ગ્રંથ Smt. R.P. Chauhan Arts & Smt J.K. Shah & Shree K.D. Shah Commerce College વ્યારા-તાપીના એસોસિએટ પ્રોફેસર ડો.મેરૂ વાઢેળના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યો હતો. આ અવસરે તેમના ગુરુજનો, માતા-પિતા, કુટુંબ-પરિવાર અને સ્નેહીમિત્રોએ હર્ષ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

Vansda news : વાંસદામાં કઠપુતળી અને ઘેરીયા નૃત્યના કાર્યક્રમો થકી આદિમજુથના પરિવારોને મતદાન માટે જાગૃત કરતું જિલ્લા ચૂંટણી તંત્ર.

Image
                       Vansda news : વાંસદામાં કઠપુતળી અને ઘેરીયા નૃત્યના કાર્યક્રમો થકી આદિમજુથના પરિવારોને મતદાન માટે જાગૃત કરતું જિલ્લા ચૂંટણી તંત્ર.  (અ.જ.જા) લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ 177 વાંસદા (અ.જ.જા)ના વાંસદા તાલુકાના મનપુર ગામે વડલી ફળિયા ખાતે કઠપુતળી કાર્યક્રમ દ્વારા તથા વાંસદા તાલુકાના ગાંધી મેદાન સરદાર વલ્લભભાઈ પટેલના પૂતળા પાસેથી તાલુકા સેવા સદન કચેરી સુધીના રોડ પર ઘેરૈયા નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું.  વાંસદામાં કઠપુતળી અને ઘેરીયા નૃત્યના કાર્યક્રમો થકી આદિમજુથના પરિવારોને મતદાન માટે જાગૃત કરતું જિલ્લા ચૂંટણી તંત્ર  @InfoNavsariGoG   @CollectorNav   #Elections2024   #AIRPics  : અશોક પટેલ  pic.twitter.com/F6GHnja9ne — AIR News Gujarat (@airnews_abad)  April 12, 2024

Vansda news : વાંસદાનાં મનપુર ગામે sveep અંતર્ગત કઠપૂતળી દ્વારા સ્થાનિક ભાષામાં મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવાઈ.

Image
                                       Vansda news : વાંસદાનાં મનપુર ગામે sveep અંતર્ગત કઠપૂતળી દ્વારા સ્થાનિક ભાષામાં મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવાઈ. આગામી લો.સા. ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત SVEEP હેઠળ મોજે.મનપુર તા.વાંસદા ખાતે આદિમ જૂથના લોકોને સ્થાનિક ભાષામાં કઠપૂતળી દ્વારા આગામી તા.07/05/2024ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે અપીલ તેમજ મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. આગામી લો.સા. ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ મોજે.મનપુર તા.વાંસદા ખાતે આદિમ જૂથના લોકોને સ્થાનિક ભાષામાં કઠપૂતળી દ્વારા આગામી તા.07/05/2024ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે અપીલ તેમજ મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. #Election2024   #ElectionAwareness   #VotingRights   pic.twitter.com/LWXu7X7msX — Collector & DM Navsari (@CollectorNav)  April 11, 2024

Khergam news : ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો.

Image
                                              Khergam news : ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો. તારીખ:૧૨-૦૪-૨૦૨૪ નાં દિને ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં શાળાનાં બાળકો, શિક્ષકો અને ધોરણ -૮ નાં બાળકો સહિત ઉપસ્થિત રહ્યા હતાં. કેટલાક બાળકો ધોરણ ૧માં અને ધોરણ -૬ માં દાખલ  થઈ ધોરણ ૮ સુધી આ શાળામાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આ બાળકોની યાદો આ શાળા સાથે જોડાયેલા રહેશે.કાર્યક્રમ ના અંતે ધોરણ 7 ની બાળાઓ દ્વારા વિદાય ગીત રજૂ કરવામાં આવ્યું.       ત્યારબાદ ધોરણ 8 ની બાળાઓએ પોતાના સંસ્મરણો પોતાની મૌલિક શૈલીમાં રજૂ કરી સંપૂર્ણ વાતાવરણ ભાવુક બનાવ્યું જે શાળા પરિવારની એકબીજા સાથેની આત્મીયતા દર્શાવે છે. પ્રથમ ધોરણ -૮ નાં વર્ગ શિક્ષક શ્રીમતી પ્રિયંકા દેસાઈએ તમામ બાળકો ભવિષ્યમાં ભણીગણીને આગળ વધે તેવા પ્રોત્સાહક પ્રવચન કર્યું હતું. જ્યારે વૈશાલીબેન પટેલ ભાવુક થઈ ગળગળા અવાજે બાળકોના...