Posts

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

Image
  Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો. ગરવી ગુજરાત થીમ આધારિત તા.23.09.2024 ના સોમવારના દિને BRC કક્ષાએ  કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને બાળ કવિ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળા હરણગામના  રોનક કિરીટભાઈ પટેલ સંગીત વાદનમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ગાયન સ્પર્ધામાં પ્રિન્સ અભિમન્યુ હળપતિ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સી.આર.સી.શ્રી.કૉ. ઓ. ફડવેલ, બી.આર.સી.શ્રી.કૉ. ઓ. ચીખલી તા.પ્રા.શિ.શ્રી ચીખલી, પ્રમુખ શ્રી ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ હોદ્દેદારો, ચીખલી શિક્ષક પરિવાર ગ્રૂપ પે સેન્ટર રાનકુવા શિક્ષક પરિવાર ,હરણગામના ગ્રામજનો ,શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ હરણગામ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિજેતા થયેલ બાળકો અને એમને પ્રોત્સાહન અને તાલીમ આપી તૈયાર કરનાર સારસ્વત ભાઈ શ્રી સુનિલભાઈ , સાથી કલાકાર શ્રી ટ્વિન્કલભાઈ , મંજીરા વાદક વિદ્યાર્થી પ્રિન્સ પટેલનો શાળા પરિવાર સાભિનંદન સાથે આભાર માને છે.

ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો અનોખો બાળપ્રેમ

Image
                        ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો અનોખો બાળપ્રેમ બાલાસિનોરથી રૈયોલી જતા પોતાનો કોન્વોય રોકાવીને મોડેલ સ્કૂલના બાળ વિદ્યાર્થીઓને મળ્યા.  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સહજતા અને બાળકો પ્રત્યેના સ્નેહનું વધુ એક તાદ્રશ્ય ઉદાહરણ તેમણે મહિસાગર જિલ્લાના બાલાસિનોરની મુલાકાત દરમ્યાન પૂરૂ પાડ્યું હતું. મુખ્યમંત્રીશ્રી બાલાસિનોર ખાતેથી સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરીને રૈયોલી જઈ રહ્યાં હતા. તે દરમ્યાન તેમની કોન્વોયના વાહનો સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન માર્ગની બાજુમાં ઊભા રહી આ વાહનોને નિહાળી રહેલા બાળકો તરફ ગયું હતું. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે  તુરત જ પોતાની કોન્વોય રોકાવી દીધી હતી અને તેઓ કારમાંથી નીચે ઉતરી ગયા હતા. કોન્વોય વાહનોને અચાનક ઊભા રહી જતા જોઈને બાળકો વિચારમાં પડી ગયા હતા. ત્યાં તો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ બાળકો પાસે પહોંચી ગયા હતા અને તેમને મળીને તેમનું અભિવાદન ઝીલ્યું હતું. #gujaratinformation#CMO#GOGConnect#BhupendraPatel#...

દાંતીવાડા: ધોરણ-૧,૨ તાલીમ

દાંતીવાડા: ધોરણ-૧,૨ તાલીમ

Kukarmunda |Nizar: પિંપરીપાડા ગામે બાળકોનું વૃક્ષારોપણ

Image
Kukarmunda |Nizar: પિંપરીપાડા ગામે બાળકોનું વૃક્ષારોપણ

ગણદેવી : અમલસાડની સરી કન્યા શાળા -૧માં આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો.

Image
ગણદેવી : અમલસાડની સરી કન્યા શાળા -૧માં આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો. શાળા આરોગ્ય તપાસણી 2024-25  અમલસાડ સરી કન્યા શાળા -૧માં   બાળકોના તમામ પ્રકારની આરોગ્યને લગતી તપાસ ડો.જયદીપ સર અને હેલ્થ વર્કર બહેનો દ્વારા સતત બે દિવસ કરવામાં આવી હતી જેમાં જરુરી મેડિકલ સહાય માટે વાલીઓ સાથે ચર્ચા કરી અને આરોગ્યને લગતી સવલતો, સગવડો માટે પણ જાણકારી આપવામાં આવી હતી.

ચીખલી (વંકાલ) : ઘેકટી પ્રા. શાળામાં વય મર્યાદાથી નિવૃત આચાર્યનો વિદાય સન્માન સમારોહ યોજાયો.

ચીખલી (વંકાલ) : ઘેકટી પ્રા. શાળામાં વય મર્યાદાથી નિવૃત આચાર્યનો વિદાય સન્માન સમારોહ યોજાયો. વંકાલ ગામના મોખા ફળીયાના રમેશભાઈ પટેલ કે જેઓ ચેપાના હુલામણા નામથી ઓળખાય છે. તેઓએ શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત ધોલાઈથી કર્યા બાદ 2000ના વર્ષમાં ધેકટી બદલી થતા 37 વર્ષની લાંબી ફરજ બાદ સેવા નિવૃત થતા તેમનો વિદાય સન્માન સમારોહ જીતુભાઈ રાઠોડના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંઘના પ્રમુખ દિલીપભાઈ ટીપીઈઓ વિજયભાઈ તાલુકા સંઘના પ્રમુખ હિતેશભાઈ સરપંચ સુનિલભાઈ પૂર્વ સરપંચ અમ્રતભાઈ, મુકેશભાઈ, ઝવેરભાઈ પટેલ 'પૂર્વ ડેપ્યુટી સરપંચ પ્રેગ્નેશ એસએમસી અધ્યક્ષ નવનીતભાઈ સહિતનાઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ ધીરૂભાઈ મણીભાઈએ જણાવ્યું હતું કે, રમેશભાઈ શાળામાં બાળકોના શિક્ષણ પ્રયત્ન શીલ રહે શિક્ષકોના સંગઠનને પણ મજબૂત કરવા અગ્રેસર રહ્યા છે. ધીરૂભાઈ સહિતના મહાનુભવોએ રમેશભાઈનું સન્માન કરી તેમના તંદુરસ્તી મય દીર્ઘાયુ જીવન માટે શુભેચ્છા પાઠવી હતી.  પોતાના પ્રતિભાવમાં રમેશભાઈએ જણાવ્યું હતું કે, ધેકટી પ્રાથમિક શાળામાં ચોવીસ વર્ષની ફરજ દરમ્યાન ગામ લોકોનો ખૂબ સહકાર મળ્યો છે. ગામના...

Navsari: Jamalpor primary school latest educational news

 Navsari: Jamalpor primary school latest educational news Late post.જમાલપોર પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી કરવામાં આવી. આ ચૂંટણીની એક ઝલક dt -29/06/24 Posted by  Jamalpore Primary School  on  Saturday, July 6, 2024 જમાલપોર પ્રાથમિક શાળામાં આજરોજ વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.... Posted by  Jamalpore Primary School  on  Saturday, July 6, 2024 જમાલપોર પ્રાથમિક શાળામાં આજરોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024 ઉજવાયો. મુખ્ય મહેમાન તરીકે નાયબ ડીડીઓ શ્રી... Posted by  Jamalpore Primary School  on  Thursday, June 27, 2024 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024 Posted by  Jamalpore Primary School  on  Thursday, June 27, 2024

ચીખલી: ચીખલી તાલુકાની હરણગામ પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાઈ.

Image
 ચીખલી: ચીખલી તાલુકાની હરણગામ પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાઈ. શૈક્ષણિક વર્ષ 2024 25 અંતર્ગત ચીખલી તાલુકાની હરણગામ પ્રાથમિક શાળામાં તા 06.07.2024ના શનિવારના રોજ બાળ સંસદનું નિર્માણ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રવૃત્તિને મુખ્ય હેતુ બાળકોમાં નેતાગીરીનો ગુણ વિકસે તે છે અને પોતાની શાળા વિશે સજાગ બને તેમ જ શાળામાં શિક્ષકોને મદદરૂપ બને તે માટેનો હોય છે ,સાથે સાથે બાળકો સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત રાજનીતિ શાસ્ત્રથી વાકેફ થાય તેમજ ચૂંટણી પ્રક્રિયા વિશે જ્ઞાન મેળવે તે હેતુસર શાળામાં બાળ સંસદનું નિર્માણ કરવામાં આવે છે.આ માટે શાળામાં પ્રથમ તો હેતલબહેન દ્વારા બાળકોને બાળ સંસદ અને ચૂંટણીનું જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું અને જાહેર ચૂંટણી પ્રક્રિયાની રૂપરેખા તૈયાર કરવામાં આવી તે મુજબ જાહેરનામું ઉમેદવારનું ફોર્મ ભરવાની પાછું ખેંચવાની તારીખ તેમજ ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી.બાળ સંસદની ચૂંટણીમાં ધોરણ  5 થી 8 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.સ્કૂલ 10 વિદ્યાર્થીઓ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. દરેક ઉમેદવારને પ્રાર્થના સભામાં ચૂંટણી પ્રચાર કર્યો વર્ગમાં જઈને પણ ઉમેદવારોએ ચૂંટણ...